આંખોમાં સ્વપ્નના તોરણ, ને હૃદય ઊર્મિઓનું સિંચન,
આવનાર પગલાને જાણે આશાઓ સાથે જુનો કોઈ સંબંધ.
કોઈ નવી ફૂટેલી કૂંપળ જાણે, કિરણ પી રેહવાને આતુર,
કંઠેથી નીકળેલો સ્વર જાણે, ગુંજી રેહવાને વ્યાકુળ.
મઘ મઘ કરતી સોડમ જાણે, ધરતીથી જે ફૂટી જરી,
પ્રસરે બાગમાં એ બેફીકર, વેરે ખુશ્બૂ એક ભીની ભીની.
ચંદ્રથી નીકળેલું એક કિરણ જાણે, જળ પર પડવાને આતુર,
હવામાં રહેલી ભીનાશ જાણે, એક ઝાકળ બનવાને વ્યાકુળ.
ઉમંગનું ઇન્દ્રધનુષ જાણે, આંખમાં ફરતું તેજ,
ઝંખનાનું ઓજસ જાણે, પલકારાની સેજ.
© 2015 Abhijit Pandit