Monday, September 10, 2012

સપના

 રાત પડી, સપના જાગે,
             ઉર્મીઓની સાથે સાથે,
વીતેલી પળોની સુગંધ લઇ
             ટકોરા મારે દ્વારે દ્વારે.

રાત પડી, તરંગો જાગે,
             આનંદની લ્હેરીઓ સાથે.
સ્મૃતિઓના શાંત પાણી પર જ્યારે
             કોઈ પત્થર મારે, ત્યારે ત્યારે.

રાત પડી, ઉઠે દ્રશ્યો જાણે,
             આંખ મીચાય ત્યારે ત્યારે.
પાંપણો વચ્ચેથી સરકી જઈ,
             આકાશ તરફ  ઉડે ત્યારે.

બંદ આંખોની પાછળ, ઉઠે પરપોટા જાણે,
            રાત પડી, જ્યારે સપના જાગે.
© 2012 Abhijit Pandit